🔥 TRENDING સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભે... મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ન્યૂયો... સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભે... बहादुरपुर थाना क्षेत्र के गुरुदेव पारा... વડોદરા: મનપાની ઢોર પાર્ટી પર હુમલો કરન... ધાંગધ્રાના રાજગઢ ગામે તાલુકા કક્ષાના વ...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી: રાજસ્થાનથી લાવવામાં આવેલું 408 કિલો શંકાસ્પદ પનીર જપ્ત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 05:04 PM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં રાજસ્થાનના જોધપુરથી બસ દ્વારા લાવવામાં આવેલો 408 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો આરોગ્ય વિભાગે ઝડપી પાડ્યો છે.

અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એક મોટો જથ્થો પકડાયો છે. વિભાગે રાજસ્થાનના જોધપુરથી બસ મારફતે અમદાવાદ લાવવામાં આવેલું 408 કિલો શંકાસ્પદ લો-ફેટ પનીર જપ્ત કર્યું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પનીરનો જથ્થો નરોડા વિસ્તારના બે વ્યક્તિઓ દ્વારા અમદાવાદમાં વેચાણ કરવાના હેતુથી લાવવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ પનીરને બજારમાં રૂ. 240 પ્રતિ કિલોના ભાવે વેચવાનું આયોજન હતું.

આરોગ્ય વિભાગે જપ્ત કરેલા પનીરના નમૂના લઈ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તહેવારોની સિઝન સિઝન પહેલાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા માટે વિભાગ દ્વારા આ પ્રકારની સઘન તપાસ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
📲Get App