🔥 TRENDING Tanushree Dutta condemns backlash over... Actress Tanushree Dutta Reacts to Nana... Ekta Kapoor Announces ‘The Dirty Pictu... India clinches 2-1 lead over West Indi... Ronaldo suspended by Saudi FA after Po... India U-17 Women’s Football Team Beats...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, બે કિશોરો ઝડપાયા
Crime

સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, બે કિશોરો ઝડપાયા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 06:22 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દલપુરના જોગણી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી બે કિશોરોને ઝડપી પાડ્યા છે.

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દલપુરના જોગણી માતાના મંદિરમાં થયેલી ચોરીનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, દોઢ મહિના અગાઉ મંદિરમાં ચોરી કરનાર શખ્સો હિંમતનગરથી પ્રાંતિજ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સલાલ કરણી ઢાબા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ મોટરસાયકલ સવાર બે કિશોરોને અટકાવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને કિશોરોએ દલપુરના મંદિરમાંથી દાનપેટી તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ચોરીમાં વપરાયેલ મોટરસાયકલ મળી કુલ ૩૫,૨૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા આ બંને કિશોરોને વધુ તપાસ અર્થે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયા અને તેમની ટીમ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.
📲Get App