🔥 ट्रेंडिंग सिनेमा आणि नाट्यगृहाअभावी मुरबाडकर मनो... 🚨 प्रतापगढ़ में ₹5 अरब की महाठगी का प... காரைக்குடி நியாய விலைக் கடைகளில் ஆய்வு... कांग्रेस ब्लॉक अध्यक्ष राजेंद्र गांड़व... बहराइच पुलिस ने बिना हेलमेट और तीन सवा... 20 शहरों में ठंड की लहर, तापमान 15°C स...
13 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ચોટીલા પાસે કતલખાને લઈ જવાતા 40 ઘેટાં બચાવવામાં આવ્યા, ચાર લોકોની ધરપકડ

✍️ रिपोर्टर: Virendra bhai vyas 🗓 13 नव. 2026, 06:17 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચોટીલામાં ગૌરક્ષા દળ અને જીવદયા પ્રેમીઓએ અજમેરથી કતલખાને લઈ જવાતા 40 ઘેટાંને બચાવી રાજકોટ પાંજરાપોળ મોકલ્યા.

ચોટીલા પાસે આશીર્વાદ હોટલ નજીક ગૌરક્ષા દળ અને જીવદયા પ્રેમીઓએ સતર્કતા દાખવી 40 ઘેટાં લઈ જતી એક ગાડીને રોકી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પશુઓને અજમેરથી કઠલાલ થઈ જૂનાગઢ અને માંગરોળના કતલખાને લઈ જવાતા હતાં. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે જૂનાગઢના સોયેબે આ પશુઓ મંગાવ્યા હતાં. બચાવવામાં આવેલા તમામ પશુઓને હાલ રાજકોટ પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગાડીમાં પશુઓ માટે ઘાસચારા કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. ઘેટાંને ટૂંકા દોરડાથી બે માળમાં ઠાંસી-ઠાંસીને લઈ જવામાં આવતા હતાં. આ ઉપરાંત, પરિવહન માટે જરૂરી સરકારી પાસ-પરમિટ પણ નહોતા અને પશુ પરિવહનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

ગૌરક્ષા દળે ગાડી રોક્યા બાદ તાત્કાલિક 112 અને ચોટીલા પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે અજમેરના સમીર કુરેશી અજમેરી (શરીફ), ડ્રાઈવર એમદ કુરેશી, અહમદ કુરેશી અને મુર્શીદ કુરેશીને ઝડપી લીધા છે. પોલીસ દ્વારા આ મામલે એફઆઈઆર નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.

આ બચાવ કામગીરીમાં વનરાજસિંહ, રહવર, દીપકભાઈ વાંકાનેર, બુધાભાઈ ગૌરક્ષક (ચોટીલા), હરેશભાઈ ચૌહાણ (અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, ચોટીલા અને એસપીસીએ સભ્ય, સુરેન્દ્રનગર), રઘુભાઈ ગૌશાળા, સાગરભાઈ રબારી અને ચોટીલા ગૌરક્ષા દળની ટીમ જોડાઈ હતી.
📲Get App