🔥 TRENDING Court Issues Stay on OTT Release of 'A... Trailer of 'The Rise of Ashoka' Unveil... Karnataka to face Andhra in Ranji Trop... Bengaluru’s ‘Read A Kitaab’ Litfest Ki... মুর্শিদাবাদের ভরতপুর থানায় পুলিশ ক্যা... ED Exposes KPSC Chairman’s Role in Kar...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ: શાસ્ત્રી બ્રિજ નજીક 40 ફૂટ ઊંડી ગટરમાં પડી બાળકી, બચાવ કાર્ય શરૂ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 Oct 2026, 08:14 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાસ્ત્રી બ્રિજ નજીક માતા રિક્ષાનું ભાડું ચૂકવી રહી હતી તે દરમિયાન અંદાજે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ગટરમાં ખાબકી હતી. ફાયર વિભાગ દ્વારા બાળકીને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં તંત્રની લાપરવાહી ફરી એકવાર સામે આવી છે. શાસ્ત્રી બ્રિજ નજીક એક દુર્ઘટના સર્જાઈ છે જ્યાં અંદાજે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 40 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીની માતા રિક્ષાનું ભાડું ચૂકવી રહી હતી. રિક્ષાની પાછળ જતી વખતે જમીન ધસી પડતાં બાળકી ગટરમાં પડી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાની જાણ થતાં જ અસલાલી અને જમાલપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને બાળકીને શોધવા માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગટરલાઇનના મેપની મદદથી બાળકીનું લોકેશન શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જોકે, ગટરમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકી પાણીના પ્રવાહમાં તણાઈને સાબરમતી નદી તરફ ગઈ હોઈ શકે છે. તંત્રની આ બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
📲Get App