🔥 TRENDING આસો નવરાત્રી: લાલ દરવાજા સ્થિત ભદ્રકાળ... ചീഫ് ഇലക്ഷൻ കമ്മിഷണർ രാജിവെക്കണം: ഇലക്... રણછોડનગર પાસે સ્વચ્છતાના ધજાગરા: ચાઈની... New Black Lip Product Promises to Matc... ਮਸ਼ੀਨ ’ਚ ਚੁੰਨੀ ਫਸਣ ਨਾਲ ਮੁਟਿਆਰ ਦੀ ਮੌਤ PM Modi Welcomes A$500 Million Austral...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ: શાસ્ત્રી બ્રિજ નજીક 40 ફૂટ ઊંડી ગટરમાં પડી બાળકી, બચાવ કાર્ય શરૂ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 11 Oct 2026, 09:24 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં તંત્રની બેદરકારી સામે આવી છે, જ્યાં શાસ્ત્રી બ્રિજ નજીક એક અંદાજે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 40 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી હતી. ફાયર વિભાગ દ્વારા બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં તંત્રની લાપરવાહી ફરી એકવાર ચરમસીમા પર જોવા મળી છે. શાસ્ત્રી બ્રિજ નજીક એક અંદાજે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ગટરલાઇનમાં ખાબકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકી તેની માતા સાથે રિક્ષામાં મુસાફરી કરી રહી હતી અને માતા રિક્ષાનું ભાડું ચૂકવી રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. રિક્ષાની પાછળ જતી વખતે જમીન ધસી પડતાં બાળકી અંદાજે 40 ફૂટ ઊંડી ગટરમાં પડી ગઈ હોવાની આશંકા છે.

આ ઘટનાની જાણ થતાં જ અસલાલી અને જમાલપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળકીને ગટરમાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ગટરલાઇનના મેપની મદદથી બાળકીનું લોકેશન શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જોકે, ગટરમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકી પાણીના તેજ પ્રવાહમાં તણાઈને સાબરમતી નદી તરફ આગળ વધી ગઈ હોય. સ્થાનિક લોકોમાં તંત્રની આ બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બાળકીના સુરક્ષિત રેસ્ક્યુની માંગ કરી રહ્યા છે.
📲Get App