🔥 TRENDING બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વની ઉજ... 9वीं से 12वीं की अर्धवार्षिक परीक्षा 2... HPNLU student killed in road accident... Chandigarh crushes Himachal Pradesh by... Uttarakhand High Court Chief Justice R... Rain and Thunderstorms Expected Friday...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગરના પાટડીમાંથી 4 વર્ષના બાળકના અપહરણનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

સુરેન્દ્રનગરના પાટડીમાંથી 4 વર્ષના બાળકના અપહરણનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 05 Sep 2026, 09:04 AM 👁 113
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટડી અને અમદાવાદ સોલા પોલીસની સંયુક્ત કામગીરીથી આરોપી મહિલા ઝડપાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાંથી 4 વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાટડી પોલીસ તથા અમદાવાદ સોલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સહિતની વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસની સઘન કામગીરીના પરિણામે ગણતરીના કલાકોમાં જ અપહરણના કેસમાં સંડોવાયેલી આરોપી મહિલાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પોલીસે બાળકને સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાટડી અને અમદાવાદ સોલા પોલીસની ઝડપી અને સંકલિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App