🔥 TRENDING Dhirendra Shastri Fires Back at Gold K... Jodhpur Rural Police Arrest Wanted Mur... Shillong Teer Winning Numbers Released... Three Bangladeshi Nationals Detained b... Ludhiana petrol pump dealer to halt UP... Jalandhar Residents Call for Heightene...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદ કૉલેજમાં ‘3D પ્રિન્ટિંગ એન્ડ ડિઝાઇન’ વિષય પર બે દિવસીય વર્કશોપ સંપન્ન*

✍️ Reporter: Pankaj Pandit 🗓 20 Sep 2026, 05:30 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ઝાલોદ કૉલેજમાં ‘3D પ્રિન્ટિંગ એન્ડ ડિઝાઇન’ વિષય પર બે દિવસીય વર્કશોપ સંપન્ન*

શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી (SSIP) અને ઇનોવેશન ક્લબના ઉપક્રમે કૉલેજના આચાર્ય ડૉ. એ.આર. મોદી સરના માર્ગદર્શન હેઠળ ઝાલોદ કૉલેજમાં “3D પ્રિન્ટિંગ એન્ડ ડિઝાઇન” વિષય પર બે દિવસીય વિશેષ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
​આ વર્કશોપમાં ગણપત યુનિવર્સિટીમાંથી તાલીમ આપવા માટે વિશેષ વક્તાઓ (ટ્રેનર્સ) તરીકે પ્રોફેસર હર્ષિલ મોદી અને આસિસ્ટન્ટ પ્રોફેસર જયમિન પરમાર પધાર્યા હતા. તેમણે ઝાલોદ કૉલેજમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને 3D પ્રિન્ટર તથા 3D ડિઝાઇન વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને યુવા વિદ્યાર્થીઓને નવીન ટેકનોલોજી અને સ્વરોજગાર તરફ પ્રેરિત કર્યા હતા.

વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને 3D પ્રિન્ટરની કાર્યપદ્ધતિ, 3D ડિઝાઇનિંગ અને પ્રોજેક્ટ્સ તૈયાર કરવા અંગેની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ સાથે આ તાલીમમાં ભાગ લીધો હતો અને પ્રોજેક્ટ્સની ડિઝાઇન તૈયાર કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. અનીતાબેન પાદરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App