🔥 TRENDING ધારી તાલુકાના દુધાળા ગામમાં મગરની દેખા... ગોવા સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જ... 108 Ambulance Service to Stay Operatio... Half of Gujarat University recruitment... पाकुर जिला में भाजपा की प्रमुख बैठक, प... Karnataka Raises State Bus Fares Effec...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતનો 39 વર્ષીય રમણિક સખવાળા રશિયન આર્મીમાં જોડાયા બાદ ચાર મહિના સુધી સંપર્કવિહોણા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 Nov 2026, 11:32 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રોજગાર માટે સુરતથી રશિયા ગયેલા રમણિક સખવાળા ચાર મહિના સુધી સંપર્કવિહોણા રહ્યા, પરિવારજનોની ચિંતા વધતી જાય છે.

સુરતમાં રહેતા 39 વર્ષીય રમણિક સખવાળા રોજગારની શોધમાં રશિયા ગયા અને રશિયન આર્મીમાં જોડાયા. ત્યારબાદ ચાર મહિના સુધી પરિવારજનોને કોઈ સંપર્ક મળ્યો નથી, જેના કારણે તેમની ચિંતા વધી રહી છે.

સખવાળા 24 જૂનને પોતાની પત્નીને ફોન કરીને જણાવ્યું કે, "હું રશિયન આર્મીમાં જોડાયો છું અને બોર્ડર પર જાવું છું, ત્યાં નેટવર્ક નહીં મળે. નેટવર્ક મળે તો હું તરત ફોન કરીશ. જો કામ હોય તો અમારા ટ્રેનર અર્જુનનો સંપર્ક કરજો." આ ફોન પછીથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

આ ચાર મહિના દરમિયાન રમણિકનો કોઈ પત્તો ન મળ્યો હોવાથી પરિવારજનોએ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ભારતીય એમ્બસી અને રશિયન એમ્બસીમાં અનેક રજૂઆતો કરી છે. તેઓને આ મામલાની તાત્કાલિક તપાસ અને સહાયની માંગ છે.

પરિવારજનોની અપેક્ષા છે કે સંબંધિત અધિકારીઓ અને એમ્બસીઓ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવશે, જેથી રમણિક સખવાળા અને તેમના પરિવારને જરૂરી સહાય મળી શકે.
📲Get App