🔥 ट्रेंडिंग प्रिंस रहिम अगा खान V को प्राप्त हुआ च... राष्ट्रपति भवन में नुआखाई समारोह: ओडिश... India's mystery spinner Varun Chakrava... अंगुल में 16-व्हीलर हाइवा कोयला ट्रक उ... नंदानकानन ओरंगुटान पिल्लों का स्वास्थ्... शहडोल में युवक पर चाकू से हमला, तीनों...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમરેલી: 34 મેમણ પરિવારોને 2 વર્ષથી ઘરવિહોણા, ન્યાયની રાહમાં

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 15 सित. 2026, 10:35 AM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાદા વસાહતના 34 મેમણ પરિવારોને 14 સપ્ટેમ્બર 2024 થી ઘરવિહોણા કરવામાં આવ્યા બાદ, બે વર્ષ પછી પણ તેમને કાયમી રહેઠાણની વ્યવસ્થા મળી નથી, અને તેઓ આગામી 2 દિવસમાં નક્કર નિર્ણયની માંગ કરી રહ્યા છે.

14/9/2024 ના રોજ દાદા વસાહત કોલોનીના એપાર્ટમેન્ટમાં રહેતા 34 મેમણ પરિવારોને ઘરવિહોણા કરવામાં આવ્યા. બે વર્ષ વીતી ગયા છતાં નવું મકાન કે કાયમી રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી નથી.

પરિવારો ભાડાના મકાનોમાં રહેતા, દર મહિને ભાડું ભરવું ભારે પડી રહ્યું છે, આર્થિક રીતે તૂટી ગયા છે. તેઓ 14/9/2026 ના રોજ અમરેલી મેમણ જમાતના પ્રમુખ, કલેક્ટરશ્રી, સીટી પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ વડાને લેખિત માંગણી કરી.

2 દિવસમાં નક્કર, સંતોષકારક અને યોગ્ય નિર્ણય ન થાય તો તેઓ મેમણ સમાજની વાડી ‘અમરેલી મેમણ જમાત ખાના’માં કાયમી આશરો લેવા મજબૂર થશે. પરિવારોની હાલત કફોડી છે.

આ મામલે અમરેલી મેમણ જમાત દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને તંત્ર ક્યારે ન્યાય આપશે તેના પર સૌની નજર છે. ન્યાય માટે પરિવારો રાહ જોઈ રહ્યા છે.
📲Get App