🔥 TRENDING விருதுநகரில் நள்ளிரவு கொடூரம்: 82 வயது... 'ਸਿੱਖੋ, ਪੰਜਾਬ ਨਾਲੋਂ ਆਪਣੀਆਂ ਜੜ੍ਹਾਂ ਕਦੇ... बेतिया जिला जिला मुख्यालय के प्रवेश द्... நரிக்குடி அருகே நள்ளிரவில் 82 வயது மூத... Two MLAs Quit AAP Day After Punjab Tic... Shahid Kapoor’s Green Hair in 'Udta Pu...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રીએક્ટર ચોરી ગેંગના મુખ્ય સુત્રધાર કેદ,રૂપિયા 3,15,000 નો મુદામાલ કબજે..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Nov 2026, 01:18 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ અને મોરબી વિસ્તારની રીએક્ટર ચોરી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત બે ઈસમોને ઝડપી લઈ જી.ઈ.બી.ના સબ સ્ટેશનમાંથી ચોરી કરેલ મુદામાલ કબજે લીધો છે..

બનાસકાંઠા જિલ્લાની-:
લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે જી.ઈ.બી.ના વિજ ટ્રાન્સફોર્મરના રીએક્ટર, એલ્યુમીનિયમ અને કોપર વાયર તથા અન્ય સરસંસાધનોની ચોરી કરતી સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબી વિસ્તારની 'રીએક્ટર ચોર ગેંગ' ના મુખ્ય સુત્રધાર સહિત બે ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે રમુણગામના જી.ઈ.બી.ના સબ સ્ટેશનમાંથી ચોરી કરેલ રીએક્ટર નંબર-02 સહિત કુલ રૂ.3,15,000/- નો મુદામાલ કબજે લીધો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે જી.ઈ.બી.ના રીએક્ટર ચોરી સહિત કુલ 05 થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.પકડાયેલા આરોપીઓમાં કૌશિકભાઈ સોમાભાઈ સાગઠીયા (મૂળ રહે. પાદરડી, તા. માણાવદર, જિ. જુનાગઢ, હાલ રહે. રાજકોટ) અને આકાશ સુરેશભાઈ હંસરાજભાઈ વિકાણી (રહે. મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસે કબજે કરેલા મુદામાલમાં જી.ઈ.બી.ના રીએક્ટર નંબર-02 (રૂ.1,40,000/-), બે મોબાઈલ ફોન (રૂ.30,000/-) અને ટાટા ઈન્ડિગો કાર નં. GJ-05-RD-6899 (રૂ.1,50,000/-)નો સમાવેશ થાય છે..

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ રાજ્યના અલગ અલગ ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આવેલા જી.ઈ.બી.ના સબ સ્ટેશનોમાંથી તથા નવીન બનતા પુલો પરથી ભંગારની ચોરી કરવાની ધરાવતા હતા. આરોપીઓએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોખંડના વાચર અને સળીયા, રાજકોટ-મોરબી હોડ પુલ પરથી લોખંડના સળીયા અને રાજકોટથી ગોંડલ જતા રોડ પરના ડેલામાંથી લોખંડના સામાનની ચોરી કરવાનો આરોપ છે.મુખ્ય આરોપી કૌશિકભાઈ સાગઠીયાનો ગુનાહિત ઇતિહાસ પણ ખુલ્યો છે,જેમાં ધ્રોલ (જામનગર) પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી, પાટણવાવ, ગોંડલ અને જુનાગઢ તાલુકાના પોલીસ સ્ટેશનોમાં અપપ્રવેશના ગુનાઓનો સમાવેશ થાય છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અરજણાજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,બળવંતસિહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,વિજયસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,મુકેશકુમાર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કાનસિહ પોલીસ કોન્સ્ટેબલ,અંકિતકુમાર હેડ કોન્સ્ટેબલ,મુકેશકુમાર પોલીસ કોન્સ્ટેબલ,મુકેશભાઈ શ્રોફ પોલીસ કોન્સ્ટેબલ,પ્રકાશભાઈ પોલીસ કોન્સ્ટેબલ,મહેશકુમાર પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App