🔥 TRENDING Himanta Biswa Sarma Praises Bullet Tra... Meghalaya Minister Resigns After 11 of... Lewis Hamilton Secures First Ferrari P... Hrudananda Prusty Releases 'Back To Vi... Tripura Potters Prepare Earthen Lamps... Anil Kapoor Reflects on 50 Days of Pus...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લીલીયાના સલડી ગામનો પાકા કામનો કેદી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 01 Nov 2026, 02:41 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયેલો પાકા કામનો કેદી જામીનની મુદત પૂરી થતાં હાજર થયા વગર ફરાર થઈ ગયો છે. લીલીયા પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

લીલીયાના સલડી ગામનો પાકા કામનો કેદી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયો છે. આ અંગે સુરતની લાજપોર મધ્યસ્થ જેલના જેલ સ્ટાફ ક્વાર્ટર્સના જ્યુડિશિયલ જેલર ધર્મેશભાઈ એન. ચૌધરીએ લીલીયાના સલડી ગામના પંકજ ઉર્ફે હાજો વિનુભાઈ માથાસુળીયા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આરોપીને સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેની જામીનની મુદત ૦૨-૦૯-૨૦૨૬ ના રોજ પૂરી થતાં તેને લાજપોર જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો.

વચગાળાના જામીનની મુદત પૂરી થતાં હાજર ન થવાના કારણે લીલીયા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App