🔥 TRENDING महाराष्ट्र में १७ सितंबर को मनाया गया... સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકાએ વડાપ્ર... கொட்டும் மழையில் திருச்சி சமயபுரத்தில் Actor Prithviraj says cinema shapes so... Two Youths Drown After Bike Slips on S... Police impose 31 conditions for Rahul...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શ્રી સૌરાષ્ટ્ર જૈન તપાગચ્છ મૂર્તિપૂજક સંઘે વડોદરામાં 30 બગ્ગી અને હજારો શ્રાવકો સાથે ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા યોજી

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 17 Sep 2026, 10:05 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરામાં શ્રી સૌરાષ્ટ્ર જૈન તપાગચ્છ મૂર્તિપૂજક સંઘ દ્વારા 17 સપ્ટેમ્બર 2026ના રોજ 30 બગ્ગી, હાથી, વિન્ટેજ કાર અને હજારો શ્રાવકો સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ.

17 સપ્ટેમ્બર 2026ના ગુરુવારે સવારે 06:30 કલાકે શ્રી સૌરાષ્ટ્ર જૈન તપાગચ્છ મૂર્તિપૂજક સંઘ – વડોદરા દ્વારા ચાતુર્માસ નિશધ્યાતા પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી રાજપુણ્ય વિજયજી મહારાજ તથા પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી રાજસુંદર વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં વીરસંવત 2551 અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

શોભાયાત્રાના મુખ્ય આકર્ષણોમાં SRPF બેન્ડ અને મધુર શહેનાઈથી પ્રારંભ, શાહી ગજરાજ, ગુરુ મહારાજની બગ્ગી, નાસિક ઢોલ, તપસ્વીઓની વિન્ટેજ કાર, ગુજરાતનું પ્રખ્યાત દિનકર બેન્ડ, સાધુ ભગવંતના પાવન ચરણ, તપસ્વીઓની બગ્ગી ક્રમાંક 1 થી 5, સાધ્વીજી ભગવંતોની પદયાત્રા, અને 6 થી 30 સુધીની બગ્ગીઓનો વિશાળ કાફલો.

શોભાયાત્રાનો શુભારંભ શ્રી કુંથુનાથ જૈન જિનાલય, ન્યુ ખંડેરાવ રોડથી થયો અને ગંગોત્રી સર્કલ, આર.વી. દેસાઈ રોડ, SRPF ત્રણ-રસ્તા, લાલબાગ રોડ, આત્મીય વિદ્યાપીઠ રોડ પસાર કરીને આત્મીય ધામ – માંજલપુર ખાતે પૂર્ણ થયો.

આયોજકોએ ભાવિકોને અપીલ કરી કે શોભાયાત્રા નિર્ધારિત ક્રમ અને અનુશાસન સાથે આગળ વધે, જેથી દરેક વ્યક્તિ માત્ર સાક્ષી નહિ, સહભાગી બની શકે.
📲Get App