🔥 TRENDING Brad Pitt Returns as Cliff Booth in Ne... Cliff Booth to star as studio fixer in... New Trailer of ‘Pehla Pyaar Doosri Baa... Gold Prices for 22‑ and 24‑Carat Gold... SIT Submits Updated Charge Sheet in Ra... Kharge Ridicules BJP's Vande Mataram R...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના 30 વર્ષ જૂના 'ડિંકી ભુજવાલા' હત્યાકાંડમાં ફરાર કેદી પ્રમોદ સ્વાઈને ઓડિશામાં ઝડપી પાડ્યો
Crime

સુરતના 30 વર્ષ જૂના 'ડિંકી ભુજવાલા' હત્યાકાંડમાં ફરાર કેદી પ્રમોદ સ્વાઈને ઓડિશામાં ઝડપી પાડ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 11 Sep 2026, 03:10 PM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

1994માં સુરતમાં થયેલા ચકચારી કરાટે ચેમ્પિયન ડિંકી ભુજવાલાની હત્યામાં આજીવન કેદ પામેલો અને 30 વર્ષથી ફરાર રહેલો પ્રમોદ સ્વાઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના રાઉરકેલામાંથી ઝડપી પાડ્યો છે.

સુરત શહેરમાં 3 દાયકા પહેલાં બનેલા ચકચારી અને લોહિયાળ 'કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન ડિંકી ભુજવાલા હત્યાકાંડ'માં આજીવન કેદની સજા પામેલો પાકો કેદી પ્રમોદ ખદાલ સ્વાઈ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. પત્નીની બીમારીના બહાને વચગાળાના જામીન મેળવી જેલમાંથી ફરાર થઈ ગયેલો આ ગુનેગાર છેલ્લા 30 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે 1600 કિલોમીટર દૂર ઓડિશાના રાઉરકેલા ખાતે ઓપરેશન પાર પાડી 56 વર્ષીય આરોપી પ્રમોદ સ્વાઈને દબોચી લીધો છે.

14 જૂન 1994ના રોજ સવારે કરાટે ચેમ્પિયન ડિંકી ઉર્ફે હોસેદાર ભુજવાલા તેના મિત્ર રાકેશ રાણા સાથે બુલેટ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન નાણાવટ ચામુંડા ડેરી પાસે કરાટે વ્યવસાયની સ્પર્ધા તેમજ છેડતીની જૂની અદાવત રાખી કવાસ ખરાસ, મહેશ દીક્ષિત, શૈલેષ બોડીવાલા, દિલીપ વાંકાવાલા અને પ્રમોદ સ્વાઈએ બુલેટ રોકી ગુપ્તી, ચપ્પુ અને લાકડીઓ વડે જાહેરમાં ડિંકીની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને પોલીસે તમામ 5 આરોપીની ધરપકડ કરી હતી.

વર્ષ 1995માં સુરત સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી આપ્યા હતા. જોકે, મે 1997માં પ્રમોદ સ્વાઈએ ગુજરાત હાઇકોર્ટમાંથી પત્નીની સારવાર માટે 15 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. 4 જૂન 1997ના રોજ તેણે વડોદરા જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેની સામે પ્રિઝન્સ એક્ટ હેઠળ પણ અલગથી ગુનો નોંધાયો હતો. ફરાર થયા બાદ તે ઓળખ છુપાવી ઓડિશાના રાઉરકેલામાં બાસંતી કોલોની ખાતે રહેતો હતો અને ત્યાં ભંગારનો વેપાર શરૂ કરી દીધો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ફરાર કેદી પ્રમોદ સ્વાઈ ઓડિશાના રાઉરકેલામાં છુપાયો છે. જેથી પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક ઓડિશા રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમે સતત 2 દિવસ સુધી સ્થાનિક વિસ્તારમાં વેશપલટો ધારણ કરી સઘન વોચ રાખી હતી. આખરે ચોક્કસ ઓળખ થતાં જ પોલીસે ઘેરાબંધી કરી તેને ઝડપી પાડ્યો હતો. 30 વર્ષ બાદ આ ચકચારી હત્યાકાંડના કેદીને પકડી પાડી સુરત ક્રાઇમ બ્રાન્ચે એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App