🔥 TRENDING UPI शुल्काच्या चर्चेमुळे ठाणे जिल्ह्या... தமிழ்நாடு முழுவதும் டெங்கு காய்ச்சலைத்... DGP Pleads to High Court Over Alleged... સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી... Haryana CM Blames Congress, AAP for Pu... IMD Reports Southwest Monsoon Withdraw...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત, અંબાલાલ પટેલની મોટી આગાહી , 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના
Weather

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત, અંબાલાલ પટેલની મોટી આગાહી , 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના

✍️ Reporter: Makvana Jaydip 🗓 01 Aug 2026, 01:32 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતમાં આગામી 24 કલાકથી લઈને 3 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે.
તેમના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 3 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
લોકોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
📲Get App