🔥 TRENDING Punjab Promotes Four 1995‑Batch IPS Of... Hardik Pandya-Arshdeep Singh trade clo... Assam Minister Jayanta Malla Baruah La... मंगलेश पाल ने दहेज लौटाया, समाज में बद... Assam Committee Calls for Central Prob... ATTSA protests in Kaliabor tea estates...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં મચ્છરજન્ય રોગો અટકાવવા પાલિકાની કડક કાર્યવાહી: 28 હજારથી વધુ સ્થળોએ બ્રીડિંગનો નાશ કરાયો, લાખોનો દંડ વસૂલાયો

સુરતમાં મચ્છરજન્ય રોગો અટકાવવા પાલિકાની કડક કાર્યવાહી: 28 હજારથી વધુ સ્થળોએ બ્રીડિંગનો નાશ કરાયો, લાખોનો દંડ વસૂલાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Sep 2026, 09:05 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 1થી 21 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાયેલી સઘન ઝુંબેશમાં 28,259 સ્થળોએ મચ્છરોના જીવંત બ્રીડિંગનો નાશ કરી નિયમભંગ કરનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને અટકાવવા માટે શહેરભરમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ગત 1થી 21 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર શહેરમાં ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વે તેમજ બાંધકામ સાઇટો પર વિશેષ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન પાલિકાની ટીમો દ્વારા કુલ 20,36,717 ઘરો અને વિવિધ સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી. આ સઘન ચકાસણી દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે તેવા સંભવિત 46,33,670 પાત્રોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી કુલ 28,259 સ્થળોએ મચ્છરોના જીવંત બ્રીડિંગ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ બ્રીડિંગનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરનારા કુલ 5,340 લોકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમની પાસેથી કુલ રૂ. 3,08,800 નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર શહેરમાં ચાલી રહેલી વિવિધ બાંધકામ સાઇટો પરથી મચ્છરોની ઉત્પત્તિ સબબ રૂ. 15,78,150 જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો.
📲Get App