🔥 ट्रेंडिंग जेलर 2 ने स्थापित किया नया ओवरसीज रिकॉ... गुजरात सीएम ने अहमदाबाद अंतर्राष्ट्रीय... संग जी‑हो ने सैमचोंगगाक में किम सो‑री... डीपीआईएफएफ में विजय देवरकोंडा और रश्मि... रनबीर कपूर ने प्रबास की दिवाली 2027 रि... राजनीकांत की 'जेलर 2' बॉक्स ऑफिस पर रा...
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
27 વર્ષથી પ્રોજેક્ટ અધૂરો, ખેડૂતોની જમીન પરત આપવાની માંગ

27 વર્ષથી પ્રોજેક્ટ અધૂરો, ખેડૂતોની જમીન પરત આપવાની માંગ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 07 अक्टू. 2026, 06:42 AM 👁 51
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
27 વર્ષથી પાવર પ્રોજેક્ટ શરૂ ન થતાં ખેડૂતોની જમીન પરત આપવા માંગ, રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર

રાજુલા: રાજુલા તાલુકાના રામપરા-2 અને ઉચૈયા ગામના ખેડૂતો તથા ગ્રામજનોએ આજે વિવિધ માંગણીઓ સાથે રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વર્ષ 1999 માં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ GPCL ને પાવર પ્રોજેક્ટ માટે આપવામાં આવેલી જમીનને 27 વર્ષનો સમય વીતી જવા છતાં પાવર પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ ન થતાં ખેડૂતો દ્વારા પોતાની જમીન પરત આપવાની માંગ કરવામાં આવી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, હાલમાં આ જમીન પર કોઈ પ્રોજેક્ટનું કામ ન થતાં મોટા પ્રમાણમાં ગાંડા બાવળનું જંગલ ઊગી નીકળ્યું છે, જે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, કંપની પાવર પ્રોજેક્ટ શરૂ કરે તો ખેડૂતોને કોઈ વાંધો નથી, પરંતુ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તો નિયમો મુજબ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને રોજગારીની તકો પણ આપવામાં આવે તેવી માંગ છે.

આ ઉપરાંત જમીન પરત આપવા સહિતની વિવિધ માંગણીઓને લઈને રામપરા 2 અને ઉચૈયા ગામના લોકોએ રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.


27 વર્ષથી પ્રોજેક્ટ અધૂરો, ખેડૂતોની જમીન પરત આપવાની માંગ
રામપરા 2 અને ઉચૈયા ગામના ખેડૂતોનું રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર
📲Get App