🔥 TRENDING पितृपक्ष महासंगम 2026 का सफल समापन સરદારનગર પોલીસે વાહન ચોરીના ગુનામાં એક... અમદાવાદ: સરદારનગર પોલીસે ગુમ થયેલી બાળ... Dur dur se murti lene aye kai sare bak... અમદાવાદ: રામોલ વિસ્તારમાં જાહેર રસ્તા... સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી: અનેક ગ...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ ખાતેથી 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 જેટલા ગ્રામહાટનું લોકાર્પણ તથા 'ગૃહ નારી'ને 'લક્ષ્મી સ્વરૂપા' બનાવતી રાજ્ય સરકાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ ખાતેથી 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 જેટલા ગ્રામહાટનું લોકાર્પણ તથા 'ગૃહ નારી'ને 'લક્ષ્મી સ્વરૂપા' બનાવતી રાજ્ય સરકાર

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 03:25 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ ખાતેથી 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 જેટલા ગ્રામહાટનું લોકાર્પણ તથા 'ગૃહ નારી'ને 'લક્ષ્મી સ્વરૂપા' બનાવતી રાજ્ય સરકારની વિવિધ પહેલનો કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે સ્વસહાય જૂથની બહેનોને વ્યવસાયિક માર્ગદર્શન મળી રહે, તેમનાં ઉત્પાદનોના વેચાણ માટે વધુ તકો ઊભી થાય અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા હેતુથી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા વિવિધ વિભાગો અને સંસ્થાઓ સાથે 13 જેટલા MoU કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રી દ્વારા વિવિધ સ્વસહાય જૂથને અમૂલ પાર્લર એલોટમેન્ટ લેટર, કેશ ક્રેડિટ ચેક અને ઈ-કોમર્સ ઇન્સેન્ટિવના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે અંત્યોદયના ભાવને સાકાર કરતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રહેણાંક હેતુ માટે પ્લોટનું વિનામુલ્યે વિતરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આવતીકાલથી શરૂ થઈ રહેલા નવરાત્રિના પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લાં 25 વર્ષ દરમિયાન મહિલા સશક્તિકરણને સતત નવી દિશા અને ગતિ મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓ, નિર્ણયો અને સહાયની વિગતો આપતાં તેમણે આ પ્રસંગને શક્તિની ઉપાસનાના પર્વ પહેલાં નારીશક્તિને વધુ સમૃદ્ધ અને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાના અવસર તરીકે વર્ણવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સખીમંડળની બહેનોની પ્રગતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માતાઓ અને બહેનોના સશક્તિકરણ માટે સતત પ્રતિબદ્ધ છે. આજે શરૂ થયેલી પહેલો ગ્રામીણ ગુજરાતની ભાવિ સમૃદ્ધિનો પાયો બનશે. સાથે જ તેમણે નારીશક્તિના કૌશલ્ય, મહેનત અને અદમ્ય ઇચ્છાશક્તિને યોગ્ય દિશા અને નવી તકો આપીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
📲Get App