🔥 TRENDING New 25-Year Water Governance Case Stud... Atul Purohit Promises Three New Garba... Delhi Police Detain Protestors During... Masked Bandits Raid Jewelers' House, S... Life imprisonment for Ajay Saini in Sa... ఆదిలాబాద్: వాయిపేటలో పోలీసులపై దాడి
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: સરદારનગર પોલીસે ગુમ થયેલી બાળકીને પરિવાર સાથે મિલન કરાવ્યું

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 10 Oct 2026, 04:52 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રમતા રમતા ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકીને પોલીસે સહીસલામત શોધી કાઢી તેના પરિવારને સોંપી. પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

અમદાવાદ શહેરમાં સરદારનગર પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રાજુભાઈ પૂનમભાઈ પરમારની આશરે સાડા ત્રણ વર્ષની દીકરી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી.

પરિવારજનોએ પોતાની દીકરીની આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ કરી હતી, પરંતુ તે મળી ન આવતા તેઓ ચિંતિત બન્યા હતા. તાત્કાલિક ધોરણે તેમણે સરદારનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ. એ. ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના PSI કે. આર. રબારી સાહેબ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમે બાળકીને શોધવા માટે સતત પ્રયાસો કર્યા હતા.

પોલીસ ટીમના અથાગ પ્રયાસોના પરિણામે, ગુમ થયેલી બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને તેના પિતા રાજુભાઈ પૂનમભાઈ પરમારને સહીસલામત રીતે સોંપવામાં આવી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
📲Get App