Local
સુરતના નીચાણવાળા વિસ્તારોમાંથી 240થી વધુ નાગરિકોનું સ્થળાંતર
✍️ Kansagara dipkumar chetanbhai
🗓 01 Aug 2026, 02:44 PM
👁 57
સુરતના અબ્રામા, વેલંજા, અમરોલી, ઉમરા અને કઠોરના નીચાણવાળા વિસ્તારોમાંથી 240થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સુરતના અબ્રામા, વેલંજા, અમરોલી, ઉમરા અને કઠોરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 240થી વધુ નાગરિકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ નાગરિકોને વેલંજા પ્રાથમિક શાળા ખાતેના રિલીફ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને ભોજન, પાણી અને આરોગ્ય સહિતની તમામ આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
મોટા વરાછા ખાતે સવજી કોરાટ બ્રિજ નજીક તાપી નદીના રિવર સાઇડ રોડ 40 મીટર જેટલો ધસી ગયો છે, જેના કારણે તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવ્યું. આ ઘટનાને કારણે 250થી 300 વાહનોને સુરક્ષિત રીતે વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા આ તમામ પગલાં સુરક્ષા અને નાગરિકોની સુખાકારી માટે લેવામાં આવ્યા છે. નાગરિકોને સલામત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.