🔥 TRENDING Rajasthan Board Exams for Class 10 & 1... રાજુલામાં ગેરકાયદે ફટાકડા વેચાણ પર તંત... सरणाऊ में MYPL 2026 का उद्घाटन: 8 नवंब... RSSB releases 2026 Mahila Supervisor f... Punjab Police Gave Roses to Drivers in... Two Children Die After Poisoning in Ko...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા
Local

ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 13 Sep 2026, 04:15 PM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ થયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા અને ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાઈ ગયું.

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા.

આ વરસાદના મુખ્ય આંકડા મુજબ અંકલેશ્વર 3.5 ઇંચ, ભરૂચ શહેર 3 ઇંચ, હાંસોટ 3 ઇંચ, વાલિયા 2.5 ઇંચ, ઝઘડિયા અને નેત્રંગ 2-2 ઇંચ, અને વાગરા 1.5 ઇંચ પડ્યા.

સતત વરસાદના કારણે ભરૂચના અનેક ગણેશ પંડાલોમાં પાણી ભરાઈ જતાં આયોજકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

તેમ છતાં, આ વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતી માટે સાનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં આનંદની લાગણી છે.
📲Get App