🔥 TRENDING ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... पूर्व मंत्री मदन चौहान ने गढ़मुक्तेश्व... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... J&K High Court Srinagar Wing Offers NP... Excise officials seize 123 liquor bott...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા: 24 વર્ષથી ફરાર હત્યાનો આરોપી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયો
Crime

રાજુલા: 24 વર્ષથી ફરાર હત્યાનો આરોપી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 25 Sep 2026, 01:14 PM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 24 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ વર્ષ 2002માં અમદાવાદમાં પોતાની પત્નીની હત્યા કરી હતી.

અમરેલી જિલ્લાના રાજુલા શહેરના હિંડોળા ચોકડી પાસે આવેલા એક રહેણાંક કોમ્પ્લેક્સમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 24 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીની ઓળખ 58 વર્ષીય યાદવ ઉર્ફે સારબી તરીકે થઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી યાદવ ઉર્ફે સારબીએ 14 નવેમ્બર 2002ના રોજ અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં પોતાની પત્ની પ્રતિભાની ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ તેણે લાશને એક ડ્રમમાં મૂકી દીધી હતી અને ઘરને તાળું મારી ફરાર થઈ ગયો હતો. ચાર દિવસ બાદ લાશમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓને જાણ થઈ હતી, જેના પગલે આ ગુનાનો પર્દાફાશ થયો હતો.

આરોપી છેલ્લા 24 વર્ષથી બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી જેવા વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામો ધારણ કરી મજૂર તરીકે રહેતો હતો. તાજેતરમાં તે રાજુલામાં વેલ્ડીંગ કામ માટે આવ્યો હતો. આ દરમિયાન, મળેલી ગુપ્ત બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર વિજય ભરવાડની ટીમે તેને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ઈન્સ્પેક્ટર વિજય ભરવાડ છેલ્લા 8 વર્ષથી આ ગુનાનો પીછો કરી રહ્યા હતા. હાલમાં, પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.
📲Get App