🔥 TRENDING तपस्विनी पूणच ने प्रेम के शहर में निर्... Emotional Tributes Paid to Revolutiona... Delhi Half Marathon 2026 Sets New Part... Mother of Mini Cooper Crash Accused Ca... Weedicides and Farm Shifts Cut Supply... India Sets New Margin Cap to Slash Can...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ-નળસરોવર રોડ પર ગમખ્વાર અકસ્માત પિકઅપ વાનની અડફેટે બાઇકસવાર 23 વર્ષીય યુવકનું મોત

✍️ Reporter: Gilani Asikali 🗓 18 Oct 2026, 04:50 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ નળસરોવર રોડ પર કુમારખાન અને નાના શાહપુર ગામ વચ્ચે પિકઅપ વાનની અડફેટે બાઇકસવાર યુવકનું મોત નીપજવાની દુઃખદ ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, પૂરઝડપે જતી પિકઅપ વાનના ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇકસવાર મહેશભાઈ ગોવિંદભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ 23 રહે. નાના શાહપુર, ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં નળસરોવર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ અકસ્માત અંગે નળસરોવર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App