રાજકોટમાં કતલના ઇરાદે લઈ જવાતા 11 પશુઓને બચાવાયા હોવાનો દાવો
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને મળેલી માહિતીના આધારે મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર GJ-03-BV-6763 રોકીને તપાસ કરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ, ગાડીમાં કતલના ઇરાદે પશુઓ લઈ જવામાં આવતા હોવાની આશંકા હતી.
આશરે બપોરે 2 વાગ્યાના અરસામાં ગાડી નજરે પડતાં તેને અટકાવી તપાસ કરતાં તેમાં ક્રૂરતાપૂર્વક ભરેલાં કુલ 11 પશુઓ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 9 પાડા અને 2 ભેંસનો સમાવેશ થાય છે. આ પશુઓને વાંકાનેરથી રાજકોટના સદર બજાર વિસ્તારમાં લઈ જવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે.
આ મામલે અફઝલ કરમ લાખા અને હનીફ ઈસ્માઈલ નામના બે શખ્સો સામે રાજકોટના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.