🔥 TRENDING BJP Launches Uttar Pradesh Comeback wi... Uttar Pradesh constables cleared for S... Uttar Pradesh Man Cleans Ganga Alone,... Rewa Police Use Water Cannon, Tear Gas... Rajasthan Local Body Elections: 57.38%... Rajasthan Body Elections: 57.38% Voter...
11 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદમાં રિક્ષા હડતાળની અસર: મેટ્રોમાં રેકોર્ડબ્રેક 2.24 લાખ મુસાફરો નોંધાયા, AMTS અને BRTSમાં પણ ભારે ધસારો

✍️ Reporter: Shah Parth Govindbhai 🗓 10 Sep 2026, 01:02 PM 👁 16
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રિક્ષા ચાલકોની હડતાળને કારણે અમદાવાદમાં મેટ્રો મુસાફરોની સંખ્યા રેકોર્ડ‑બ્રેક 2.24 લાખ સુધી પહોંચી, અને અન્ય બસ સેવાઓમાં પણ મોટી વૃદ્ધિ જોવા મળી.

અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોની હડતાળના પહેલા જ દિવસે જાહેર પરિવહન સેવાઓ પર ભારે દબાણ જોવા મળ્યું હતું. આ હડતાળને કારણે અમદાવાદ મેટ્રોમાં સામાન્ય દિવસ હોવા છતાં રેકોર્ડબ્રેક 2.24 લાખ મુસાફરો નોંધાયા હતા. સામાન્ય રીતે કોલ્ડપ્લે કોન્સર્ટ, આઈપીએલ (IPL) મેચ અથવા ક્રિકેટ ફાઈનલ જેવા મોટા આયોજનોના દિવસોમાં જ આટલી મોટી સંખ્યામાં મુસાફરો નોંધાતા હોય છે, પરંતુ હડતાળના કારણે સામાન્ય દિવસે પણ આ રેકોર્ડબ્રેક આંકડો જોવા મળ્યો હતો.

આ ભીડ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશનથી જ માત્ર 15 હજાર મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. મુસાફરોની ભારે ભીડ અને હડતાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા બે એક્સ્ટ્રા મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી હતી. આ વિશેષ વ્યવસ્થાને કારણે સામાન્ય રીતે 7 મિનિટના અંતરે મળતી મેટ્રો સેવા મુસાફરોને દર 6 મિનિટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

મેટ્રો ઉપરાંત શહેરની અન્ય સ્થાનિક બસ સેવાઓ જેવી કે AMTS અને BRTSમાં પણ મુસાફરોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો હતો. આ હડતાળના કારણે પરિવહન સેવાઓની કુલ આવકમાં 10 લાખ રૂપિયાનો વધારો થયો છે. જેમાં AMTSમાં એક જ દિવસમાં વધારાના 1 લાખ મુસાફરો અને BRTSમાં એક જ દિવસમાં 25,000 વધારાના મુસાફરો નોંધાયા હતા.
📲Get App