🔥 TRENDING જુનાગઢમાં એસીબીની સફળ ટ્રેપ: ગૌચર દબાણ... Yash Dayal Returns to Uttar Pradesh Ra... Shivpal Yadav slams OP Rajbhar on Face... ABC Launches Monthly 'One Day to Mothe... Six Red Pandas Born at Sikkim Zoo in T... Sikkim Rapper UNB Allegedly Attacked b...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં 'વિકસિત ગુજરાત સમિટ 2026'નું આયોજન, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વૈશ્વિક ટેકનોલોજી પર ચર્ચા
Local

ગુજરાતમાં 'વિકસિત ગુજરાત સમિટ 2026'નું આયોજન, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વૈશ્વિક ટેકનોલોજી પર ચર્ચા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 07 Aug 2026, 09:22 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર ખાતે 'Building India's Future-Ready Economy' થીમ પર 'વિકસિત ગુજરાત સમિટ 2026'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેનમાર્કના રાજદૂત ક્રિસ્ટનસેન ઉપસ્થિત રહ્યા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક અને નવીન ટેકનોલોજી થકી વિકસિત બનાવવાના હેતુસર 'વિકસિત ગુજરાત સમિટ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં સાયન્સ-ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડેનમાર્કના રાજદૂત શ્રી ક્રિસ્ટનસેન તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિતિ દર્શાવી હતી. સમિટનું થીમ 'Building India's Future-Ready Economy' હતું અને તે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાયું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાત 'ગ્લોબલ ગેટ-વે ટુ ધ ફ્યુચર' બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસનું રોલ મોડેલ બનેલ ગુજરાત મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ અને રિન્યુએબલ એનર્જી બાદ હવે સેમિકન્ડક્ટર અને AI જેવી અત્યાધુનિક ટેકનોલોજીના સેક્ટરમાં પણ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' એટલે આર્થિક વિકાસ સહિત સર્વાંગી વિકાસનું એવું વિઝન જેમાં દરેક નાગરિકને સમાન તક, ક્વોલિટી લાઈફ અને ઉજ્જવળ ભવિષ્ય મળી રહે. તેમણે 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' કોન્સેપ્ટ સાથે ઈકોનોમી અને ઈકોલોજી બંનેનું સંતુલન કરીને ‘વિકસિત ભારત 2047’નો માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ 'વિકસિત ગુજરાત'ના નિર્માણથી સૌ સાથે મળીને સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
📲Get App