🔥 TRENDING સુરત સાયબર ક્રાઈમ દ્વારા કરોડોની છેતરપ... மாணவர்களின் கைகளில் பேனா, எதிர்காலத்தை... Accident F-35A Makes First Flight Over Jodhpur... Woman Manager Stops Midnight ATM Heist... ಇಂದು ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಕಬ್ಬು...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

ગુજરાતમાં 'પોષણ માહ-2026'ની ઉજવણી: 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ સાથે રાજ્ય દેશમાં અગ્રેસર

✍️ Reporter: Samasandhi Salman Anwar 🗓 29 Sep 2026, 01:39 PM 👁 63
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં 'પોષણ માહ-2026'ની ઉજવણી કરવામાં આવી, જેમાં 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં 'પોષણ માહ-2026'ની વ્યાપક ઉજવણી કરવામાં આવી. 'આપણી આંગણવાડી, આપણી જવાબદારી'ની ભાવના સાથે યોજાયેલા આ અભિયાનમાં પોષણ માહ દરમિયાન 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના પ્રથમ 1000 દિવસની સંભાળ, નિયમિત વજન અને ઊંચાઈ માપન તેમજ 'પોષણ સંગમ' દ્વારા કુપોષણ સામે સઘન કામગીરી કરવાનો હતો. આ પ્રયાસોના ભાગરૂપે, મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા જેવા જિલ્લાઓએ પોષણ સંબંધિત કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી અને મોખરે રહ્યા.

મિલેટ્સ અને સ્થાનિક પૌષ્ટિક આહારને પ્રોત્સાહન આપવા તેમજ જંકફૂડ સામે જાગૃતિ લાવવા માટે પણ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. આરોગ્ય, પંચાયત, ગ્રામ વિકાસ અને શિક્ષણ વિભાગોએ આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ યોગદાન આપીને રાજ્યના પોષણ સ્તરને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી.
📲Get App