🔥 TRENDING SRFTI to showcase students and faculty... 38 Bird Species Recorded in First Ever... BCCI Steps in to Revive Arunachal Cric... Lal Chowk Post Office Extends Hours to... Jammu & Kashmir Shifts Focus from Secu... ECI Says Omission of Candidate in Draf...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અણિયારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાવિનકુમાર કોરિયાને ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026’થી સન્માનિત
Education

અણિયારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાવિનકુમાર કોરિયાને ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026’થી સન્માનિત

✍️ Reporter: Vikram Pata 🗓 14 Oct 2026, 09:12 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

13 ઓક્ટોબર 2026 ના રોજ અણિયારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાવિનકુમાર કોરિયાને પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026થી સન્માનિત કરવામાં આવ્યા.

પોરબંદર: શ્રી અણિયારી પ્રાથમિક શાળાના શિક્ષક કોરિયા ભાવિનકુમાર

કાનજીભાઈને પ્રકૃતિ સંરક્ષણ, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રે કામગીરી બદલ પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026' એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ હડાદ ખાતે આવેલા વાત્સલ્ય ધામ શિક્ષણ અને સેવા સંકુલમાં યોજાયેલા સમારોહમાં તેમને IEA Book of World Record સાથે જોડાયેલું સન્માન પણ એનાયત કરાયું હતું. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણા અને આશીર્વાદથી યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિવિધ ક્ષેત્રના પ્રકૃતિપ્રેમીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોની શાળાઓને જોડીને વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાવિનકુમાર કોરિયાની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
📲Get App