🔥 TRENDING Delhi Metro to Shut 57 Stations Ahead... 100 Senior J&K Police Officers Shifted... Delhi Imposes Early Morning Traffic Cu... Three Arrested After Liquor Bottles Di... Man and Lover Arrested After Wife Murd... पुरुषोत्तम पुरस्कार व विचारमंथन सभा
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

વડોદરાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'ખેલ મહાકુંભ-2026'નો કરાવ્યો શુભારંભ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 10 Oct 2026, 07:58 AM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યભરમાં રમતગમત ક્ષેત્રે ઉત્સાહનો સંચાર કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતેથી 'ખેલ મહાકુંભ-2026'નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે 'ખેલ મહાકુંભ-2025'ના વિજેતાઓને સન્માનિત પણ કરાયા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'ખેલ મહાકુંભ-2026'નો વડોદરા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે 'ખેલ મહાકુંભ-2025'માં શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાઓ, મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 25 વર્ષમાં ગુજરાત અને દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવી રહ્યા છે. તાજેતરની કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓની સિદ્ધિઓ પ્રશંસનીય છે.

મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભને ખેલાડીઓની પ્રતિભાને ઉજાગર કરવા માટેનું એક ઉત્તમ મંચ ગણાવ્યું હતું અને રાજ્યમાં વિકસેલી આધુનિક સ્પોર્ટ્સ સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ખેલ મહાકુંભ 2026 માટે આશરે 76 લાખ રજિસ્ટ્રેશન થયા છે, જે ગૌરવની વાત છે. ઓલિમ્પિક 2036ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને યુવાનોને પોતાની રમતગમતની પ્રતિભા વિકસાવવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
📲Get App