🔥 TRENDING બારડોલીમાં યોજાયેલી સીબીએસસી વોલીબોલ સ... બારેજામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,... श्री शिव मंदिर सत्संग भवन (समाना) का व... Martha Stewart's 152-Acre New York Far... Purulia Man Arrested After Alleged Kil... Pawan Kalyan Thanks Kerala for Hospita...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીરમગામ શહેરમાં ગણેશ મહોત્સવ-2026 અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાઈ

✍️ Reporter: Gilani Asikali 🗓 13 Sep 2026, 05:50 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વીરમગામ શહેરમાં ગણેશ મહોત્સવ-2026 અંતર્ગત ટાઉન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક તથા પીઆઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ મહોત્સવની ઉજવણી થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App