🔥 TRENDING Akshay Kumar’s ‘Sooryavanshi’ Turns 5:... Times of India Releases Lyrical Video... YouTube Takes Down Channels After NDTV... Mangli's new Telugu song 'Poda O Chand... Farmers Block Pune‑Bengaluru Highway D... Health update on veteran politician Sh...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતની લિંબાયત પોલીસે 20 વર્ષમાં 102 ગુનાઓ કરનાર નિલેશ અંકુશ કાલેની ધરપકડ કરી
Crime

સુરતની લિંબાયત પોલીસે 20 વર્ષમાં 102 ગુનાઓ કરનાર નિલેશ અંકુશ કાલેની ધરપકડ કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Sep 2026, 05:46 PM 👁 68
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની લિંબાયત પોલીસે 20 વર્ષમાં 102 ગંભીર ગુનાઓ કરનાર આરોપીને ધરપકડ કરી અને ₹15 લાખની સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા.

સુરતની લિંબાયત પોલીસ સ્ટેશનએ 20 વર્ષમાં હત્યા, ઘરફોડ, ચોરી અને મારામારી જેવા 102 ગંભીર ગુનાઓ કરનાર આરોપી નિલેશ અંકુશ કાલેને ધરપકડ કરી અને ₹15 લાખની સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા.

ફેસ મેચ એપ અને ICJS પોર્ટલ દ્વારા આરોપીની સાચી ઓળખ નિલેશ અંકુશ કાલે હોવાનું જાણવા મળ્યું, જ્યારે શરૂઆતમાં તેણે ખોટું નામ કિરણ ચુનીલાલ મોરેકર આપ્યું હતું. પોલીસ રેકોર્ડ તપાસતા જાણવા મળ્યું કે તેના નામે વિવિધ રાજ્યોમાં 102 ગુનાઓ નોંધાયેલા છે.

આ આરોપીની ગુનાખોરી કરવાની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર હતી. તે 5 થી 7 કિમી ચાલીને બંધ મકાનોની રેકી કરતો અને બપોરે છીણી, વાંદરી પાનું અને પેચસ જેવા સાધનો વડે દરવાજા અને લોકર તોડીને ચોરી કરતો. ગુના બાદ તે પગપાળા ચાલતો અને ઓટો રિક્ષા બદલીને અવાવરું જગ્યાએ સૂતો, જેથી પોલીસને પહોંચવું મુશ્કેલ બનતું.

પીઆઈ ડી.ડી. ચૌહાણે જણાવ્યું કે 120 થી વધુ સીસીટીવી ફૂટેજ અને ફેસ મેચ ટેકનોલોજીની મદદથી આ રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની અંધશ્રદ્ધામાં મજબૂત વિશ્વાસ અને તેના ગેરકાયદેસર કાર્યોમાં માન્યતાઓનો સહારો લેતો હોવાનો ખુલાસો થયો, જે તપાસ અધિકારીઓને આશ્ચર્યચકિત કરી દીધા. આ ધરપકડથી સુરતના 5 અનડિટેક્ટ ઘરફોડ ચોરીના બનાવો ઉકેલાયા.
📲Get App