ઝાલોદના જય માતાજી સેવા સંઘનો 18મો સેવાયજ્ઞ : ભોજન-વિશ્રામ સાથે ભજન, રાસ-ગરબાથી યાત્રાળુઓમાં નવી ઉર્જાનો સંચાર

જય માતાજી સેવા સંઘનો સેવાયજ્ઞ : સેવા એવી કે થાકેલા યાત્રાળુઓના ચહેરા પર ફરી છવાય સ્મિત!
અંબાજીની પવિત્ર પગપાળા યાત્રાએ નીકળેલા યાત્રાળુઓની સેવા માટે ઝાલોદના જય માતાજી સેવા સંઘ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી અવિરત સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ સંઘ દ્વારા 18મા વર્ષે 18, 19, 20 અને 21 સપ્ટેમ્બર દરમિયાન ગંભીરપુરા સ્થિત દેવ દરબાર આશ્રમ ખાતે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કલાકો સુધી પગપાળા ચાલીને થાકેલા યાત્રાળુઓ જ્યારે ગંભીરપુરા ખાતે પહોંચે છે ત્યારે અહીંનું વાતાવરણ જાણે તેમના થાકને જ દૂર કરી દે છે. યાત્રાળુઓ માટે સાત્વિક અને સ્વચ્છ ભોજન, નાસ્તો, ચા-પાણી, જરૂરિયાત મુજબની દવાઓ તથા રાત્રિ રોકાણ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આધુનિક તકનીકનો ઉપયોગ કરી મોટી સંખ્યામાં યાત્રાળુઓને સમયસર અને વ્યવસ્થિત રીતે ભોજન પીરસવામાં આવે છે.
*ભજનના સૂર અને રાસ-ગરબાની રમઝટથી યાત્રાળુઓમાં ઉમંગ*
સેવા કેમ્પમાં માત્ર ભોજન અને વિશ્રામની જ વ્યવસ્થા નથી, પરંતુ યાત્રાળુઓના ઉત્સાહમાં વધારો થાય તે માટે સતત ધાર્મિક ભજનો, રાસ-ગરબા અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભક્તિમય સંગીતના સૂર અને ગરબાની રમઝટ વચ્ચે યાત્રાળુઓ પણ ઉત્સાહપૂર્વક જોડાય છે અને થોડા સમય માટે પગપાળા યાત્રાનો થાક ભૂલીને ભક્તિના રંગમાં રંગાઈ જાય છે.
*ઝાલોદથી સેવા માટે ઉમટે છે સેવાભાવી લોકો*
યાત્રાળુઓની સેવા કરવા માટે ઝાલોદ નગરમાંથી પણ મોટી સંખ્યામાં સેવાભાવી લોકો ગંભીરપુરા ખાતે પહોંચે છે. કોઈ ભોજન પીરસવાની સેવા કરે છે, કોઈ ચા-પાણીની વ્યવસ્થા સંભાળે છે તો કોઈ યાત્રાળુઓના આરામ અને અન્ય જરૂરિયાતોમાં મદદરૂપ બને છે. સેવાના દરેક કાર્યમાં ઝાલોદવાસીઓનો ઉત્સાહ અને સમર્પણ સ્પષ્ટ જોવા મળે છે.
જય માતાજી સેવા સંઘ દ્વારા કરવામાં આવતી સુંદર, આકર્ષક અને સુવ્યવસ્થિત સેવા વ્યવસ્થા અહીંથી પસાર થતા યાત્રાળુઓનું ધ્યાન ખેંચે છે. થાકેલા પગ લઈને આવતા યાત્રાળુઓ જ્યારે અહીં ભોજન, વિશ્રામ અને ભક્તિમય વાતાવરણનો અનુભવ કરે છે ત્યારે તેમના ચહેરા પર થાકની જગ્યાએ સ્મિત અને ઉત્સાહ જોવા મળે છે.
આ સેવાયજ્ઞ જાણે એક સંદેશ આપી રહ્યો છે કે ‘અંબાજી જતા યાત્રાળુની સેવા એટલે મા અંબાની સેવા’. ઝાલોદના જય માતાજી સેવા સંઘની સત્તર વર્ષની સેવાપરંપરા હવે 18મા વર્ષે પણ એ જ શ્રદ્ધા, સમર્પણ અને સેવાભાવ સાથે આગળ વધી રહી છે.