🔥 TRENDING प्रवासी युवक ने एक युवती को शादी का दि... રામોલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી કેસ જૂનાગઢ - બગડું ખાતે સંજીવની હોસ્પિટલ ન... Road Blockage in Taragarh Sparks Polic... Fraudster Promises Canada Visa, Threat... RTA Issues 10 Fines to 8 Buses for Rul...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તારીખ 17 ઓગસ્ટ 2026 ના રોન સાંતલપુર તાલુકા ના પર ગામ માં શ્રી સગેત માં સેવા ટ્રસ્ટ દ્વારા આઠમો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 17 Aug 2026, 03:00 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ 17 ઓગસ્ટ 2026 ના રોન પર ગામ માં
શ્રી સગેત માં સેવા ટ્રસ્ટ દ્વારા આઠમો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
સાંતલપુર તાલુકાના પર.ગામ ખાતે શ્રી સગેત માં સેવા ટ્રસ્ટના ઉપક્રમે આજે "આઠમો સરસ્વતી સન્માન સમારોહ" ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો.
કાર્યક્રમમાં બાલવાટિકાથી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા તેમજ ઉચ્ચ અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ ભેટો આપીને સન્માનિત કરવામાં આવ્યા.
આ સાથે ગામના એવા યુવાનો જેમને તાજેતરમાં નવી નોકરી મળી છે અને સેવામાંથી નિવૃત થયેલા કર્મચારીઓનું પણ સાલ અને સ્મૃતિચિન્હ આપી બહુમાન કરવામાં આવ્યું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, SMCના સભ્યો, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, ગામના વડીલો, માતાઓ અને બહેનો શ્રી સગેત માં સેવા ટ્રસ્ટના હોદ્દેદારોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમાજમાં સારું કામ કરનારાઓનું મનોબળ વધારવાના હેતુથી આવા કાર્યક્રમો દર વર્ષે યોજવામાં આવશે તેવી ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી.
📲Get App