🔥 TRENDING અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશને BRTS બસ સ્ટ... संजय यदुवंशी को बड़ा झटका! अग्रिम जमान... थाना सिगरा पुलिस ने नाबालिग अपहृता को... સુરત પોલીસે 86 મોટરસાયકલ ચોરીથી બચાવવા... સુરતના કતારગામ વિસ્તારમાં જાહેર ઝગડામા... Two men wield swords at late‑night hou...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણામાં રેં16.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ચાલક ફરાર! ક્રેટા કારમાંથી 2,976 બોટલ જપ્ત, નકલી નંબર પ્લેટનો ઉપયોગ થયાનો ખુલાસો

✍️ Reporter: Naresh katua 🗓 13 Oct 2026, 07:12 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેસાણામાં રેં16.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ચાલક ફરાર!
ક્રેટા કારમાંથી 2,976 બોટલ જપ્ત, નકલી નંબર પ્લેટનો ઉપયોગ થયાનો ખુલાસો મહેસાણા|13 ઓક્ટોબર, 2026
M મહેસાણા LCBએ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,976 બોટલો ઝડપી પાડી છે. દારૂની કિંમત T8.12 લાખ અને કારની કિંમત રેં8 લાખ મળી કુલ T16.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.પોલીસને બાતમી મળતાં મહેસાણા-ગાંધીનગર હાઇવે પર પાટીદાર પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને જોઈ કારચાલક દેલા વસાહત તરફના રસ્તે ભાગ્યેો હતો અને કાચા રસ્તા પર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.તપાસમાં કાર પર ખોટી નંબર પ્લેટ અને અંદરથી GJ-38-BH-2743 નંબરની અસલ પ્લેટો મળી આવી હતી. આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે કરી હતી.
📲Get App