🔥 TRENDING Parvinder Singh Jhota’s Postmortem Sch... Three suspects including JP Yadav kill... Gujarat Man Sentenced to Life Imprison... રાજુલામાં ST વર્કશોપથી સૂર્ય બંગલા સુધ... পশ্চিমবঙ্গ বিধানসভার স্পিকার রথীন্দ্র... തിയേറ്ററിൽ തീപ്പിടുത്തം; കത്തിനശിച്ചു
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભગવાન બિરસા મુંડાની 151મી જયંતી: તા. 11થી 18 નવેમ્બર દરમિયાન “જનજાતિય ગૌરવ સપ્તાહ”ની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે...

✍️ Reporter: Atul Thakor 🗓 02 Nov 2026, 06:28 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભગવાન બિરસા મુંડાની 151મી જયંતી: તા. 11થી 18 નવેમ્બર દરમિયાન “જનજાતિય ગૌરવ સપ્તાહ”ની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે: નાયબ મુખ્યમંત્રીશ્રી વલસાડ ખાતે ઉપસ્થિત રહેશે...

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા રાજ્યમંત્રી શ્રી પી.સી. બરંડા, શ્રી રમેશભાઈ કટારા, શ્રી જયરામભાઈ ગામીત અને શ્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં ઉજવણીના આયોજન અંગે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ...

આ સાપ્તાહિક ઉજવણી દરમિયાન જનજાતિ યુવા સંવાદ, જનજાતિય મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પાંજલિ, ગ્રામ પંચાયત દીઠ ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્રનું પઠન અને આરતી, દીપોત્સવ, પરંપરાગત વાદ્યો સાથે શોભાયાત્રા, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પરંપરાગત રમતોત્સવ તથા મહિલા સંમેલન જેવા વિવિધ પ્રેરણાદાયી અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે...
📲Get App