🔥 TRENDING हत्या के विरोध में फूटा ग्रामीणों का ग़... Panaji Prepares to Host 57th Internati... Bhoomi Pooja for Valmiki Gur Peetha Br... ଆମିଷ ତିଅଣ ବାସ୍ନାରେ ମହକୁଛି ହାଣ୍ଡିଶାଳ રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની મુ... 6th ‘Creative Minds of Tomorrow’ wraps...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બાલાસિનોર નવોદય વિદ્યાલયમાં કબડ્ડી રમતા 14 વર્ષના વિદ્યાર્થીનું અચાનક મોત, સમગ્ર પંથકમાં શોક

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 25 Nov 2026, 03:11 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો NEED24 NEWS.

મહિસાગર જિલ્લાના બાલાસિનોરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

બાલાસિનોરની નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉત્સવ મહેરાનું અચાનક મોત નીપજ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, કબડ્ડી રમતી વખતે તેની તબિયત અચાનક લથડી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, ઉત્સવ મહેરા અગાઉ રાજ્ય કક્ષાએ કબડ્ડી રમી ચૂક્યો હતો અને નેશનલ કક્ષાની તૈયારી કરી રહ્યો હતો. માત્ર 14 વર્ષની ઉંમરે આ ઘટના બનતા વાલીઓ અને શાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાલાસિનોર સામૂહિક દવાખાને ખસેડવામાં આવ્યો છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે. ઘટનાની જાણ થતા બાલાસિનોર મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
📲Get App