🔥 TRENDING मेराल के किसान ने ओवरफ़्लाई के नीचे टो... J&K CM Omar Abdullah Urges Timely Laun... 65 Foreign Terrorists Identified in Ka... ਅਕਾਲੀ-ਭਾਜਪਾ ਗੱਠਜੋੜ 'ਤੇ ਬਿਕਰਮ ਮਜੀਠੀਆ ਦਾ... ड्राइवर की लापरवाही से गाड़ी फँसी, सुर... Driver Dies of Heart Attack in Jagraon...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની મુલાકાત લેતા પૂજ્ય બાવાશ્રી

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 25 Nov 2026, 03:29 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પૂજ્ય બાવા શ્રી એ પોતાનું રાજીપો વ્યક્ત કર્યો

રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની મુલાકાત લેતા પૂજ્ય બાવાશ્રી

ગૌસ્વામી ૧૦૮ આહિતાગ્નિ
શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજશ્રી
(શ્રી રાજુ બાવા) (ચંપારણ .અમરેલી.રાજુલા.)
રાજુલા શહેરમાં શ્રી ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન હોય ત્યારે રાજુલા શહેરમાં આ ભાગવત સપ્તાહના આયોજન નિમિત્તે ખાસ મુલાકાત માટે રાજુલા હવેલીમાં આવેલા હોય ત્યારે તેમણે રાજુલા શહેરની નિશુલ્ક ચાલતી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની વિગતો તેમને જાણવા મળેલી ત્યારે તેમણે હવેલીના ટ્રસ્ટીઓને આ બાબતે ચર્ચા કરતા તેમણે રાજુલા શહેરની આ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની મુલાકાત લેવાનું નક્કી કરેલું ત્યારે રાજુલા શહેરના અગ્રણીઓ તેમજ હવેલીના ટ્રસ્ટીશ્રીઓ તેમજ વિવિધ વેપારી આગેવાનો આ પૂછ્યું બાવાશ્રી સાથે રહે અને રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે
મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક ના ટ્રસ્ટી શ્રી બીપીનભાઇ લહેરી.શ્રી ગોવર્ધન નાથજી હવેલી ના ટ્રસ્ટી રસિકભાઈ પારેખ.ભાવેશભાઈ ઠક્કર.ભુપતભાઈ સોની.
રાજુલા ના વૈષ્ણવો હકુભાઈ ઠક્કર
ભયલુભાઈ ઠક્કર.દિપકભાઈ ઠક્કર.ઉમેશભાઈ મોદી. શામુભાઈ ઠક્કર.પ્રવિણભાઇ હાનાણી સહિતની વિવિધ વ્યક્તિઓ હાજર રહેલી પૂજ્ય બાવાશ્રીએ આ તમામ હોસ્પિટલની મુલાકાત લીધી અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો તેમ જ દર્દીઓની વિવિધ સુવિધાઓ કેવી રીતે મળે છે તે અંગે પણ તેઓએ આ વાતથી વાક્ય થયેલા સાથે સાથે તમામ દર્દીઓને અહીંયા રહેવાની જમવાની સુંદર વ્યવસ્થા પણ તેમણે નજરે નિહાળી સાથે સાથે તેમણે આ તમામ કાર્યો માટે આ તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ તમામ સ્ટાફનો પણ ખરેખર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તેમજ ખાસ કરીને તેમણે આ હોસ્પિટલ જોતા તેમને અંતમાં જણાવ્યું કે હોસ્પિટલો ઘણી ચાલે છે પરંતુ નિશુલ્ક પણે અને આટલી સારવાર અને આટલી હોસ્પિટલ ની ચોખાઈ ક્યારે મેં ક્યાંય જોઈ નથી ત્યારે આવા તમામ બાબતે તેમણે સમગ્ર ટીમને અભિનંદન સાથે શુભેચ્છાઓ સાથે આશીર્વાદચન પાઠવ્યા અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો
📲Get App