🔥 TRENDING વંથલીના લુશાળા ગામે જુગારધામ પર પોલીસન... અમદાવાદ: વટવા પોલીસ સ્ટેશનના ખૂનની કોશ... ભાવનગરમાં નકલી દારૂકાંડમાં સત્તાવાર મો... વલસાડ: ઉમરગામમાં જ્વેલર્સની દુકાનમાં ચ... ભાવનગરમાં વધુ એક શંકાસ્પદ મોત Charar-i-Sharief chadoora seeks immedi...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ: માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ રોડ પર દબાણ કરનાર 13 ખાણી-પીણીના એકમો સીલ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 Aug 2026, 12:00 PM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

AMC દ્વારા જાહેર માર્ગો પર દબાણ કરનારા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 13 એકમોને સીલ કરી 8 એકમો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ તરફ જતા માર્ગ પર દબાણ હટાવવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં ફૂટપાથ અને માર્જિનમાં ટેબલ-ખુરશી મૂકીને ગેરકાયદે દબાણ કરનારા 13 ખાણી-પીણીના એકમો સામે તંત્રએ લાલ આંખ કરી છે.

દબાણ વિરોધી કાર્યવાહીના ભાગરૂપે AMC દ્વારા આ તમામ 13 ખાણી-પીણીના એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરનાર 8 એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. 1.55 લાખની રકમ વસૂલવામાં આવી છે.

AMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાહેર માર્ગો અને ફૂટપાથ રાહદારીઓ માટે અવરોધમુક્ત અને સુગમ રહે તે માટે આ દબાણ વિરોધી અભિયાન આગામી સમયમાં પણ યથાવત્ રાખવામાં આવશે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક અને રાહદારીઓની સુવિધા માટે આવી કાર્યવાહી ચાલુ રહેશે.
📲Get App