🔥 TRENDING कल्पवृक्ष आश्रम मार्ग पर जलभराव, श्रद्... नादौती के शिविर में विद्यार्थियों को क... શિક્ષણથી મોટું કોઈ હથિયાર નથી Shilp Samagam Mela 2026 Highlights Ind... Ramayana Advance Ticket Sales Surge Pa... Uttarakhand Launches FASTag Concession...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીરમગામના નિલકી ગામે બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાનસોનાના દાગીના સહિત રૂ. 1,39,850ની મત્તાની ચોરી

✍️ Reporter: Gilani Asikali 🗓 28 Oct 2026, 09:00 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદમ જીલ્લાના વિરમગામ તાલુકાના નિલકી ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા વેલાભાઈ કરસનભાઈ ભરવાડ પોતાના રહેણાક મકાનની બહાર રાત્રિના સમયે સૂતા હતા. આ દરમિયાન અજાણ્યા ઇસમોએ બંધ મકાનને નિશાન બનાવી તિજોરીના લોક તોડી અંદરથી સોનાના દાગીના સહિત અંદાજિત રૂ. 1,39,850ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં વીરમગામ ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વેલાભાઈ કરસનભાઈ ભરવાડે વીરમગામ ટાઉન પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App