अपराध
સુરતમાં સ્ટેજ સિંગર યુવતી સાથે લગ્નની લાલચ આપી 13 વર્ષ શોષણ, પતિ પહેલેથી પરિણીત: ગુનો નોંધી ધરપકડ
સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં સ્ટેજ સિંગર તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી 13 વર્ષ સુધી સાથે રાખી શોષણ કરવામાં આવ્યું. બાદમાં જાણવા મળ્યું કે આરોપી પહેલેથી જ પરિણીત હતો.
સુરત શહેરમાં લગ્નની લાલચ આપી એક યુવતી સાથે છેલ્લા 13 વર્ષથી શોષણ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ યુવતી સ્ટેજ સિંગર તરીકે કામ કરતી હતી. આરોપીએ યુવતીને લગ્ન કરવાનું વચન આપી તેની સાથે સંબંધો રાખ્યા હતા અને બાદમાં જ્યારે યુવતીને જાણ થઈ કે આરોપી પહેલેથી જ પરિણીત છે, ત્યારે તેણે પુરાવા માંગતા આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ ફરિયાદના આધારે, પોલીસે મધુ અરજણ અણઘણ ઉર્ફે મધુ બુલેટ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મધુ બુલેટ 2017માં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી ઓલપાડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી ચૂક્યો છે. આ ઘટનાએ સમાજમાં ચકચાર મચાવી છે.
મળતી માહિતી મુજબ, હાલ કામરેજ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી અગાઉ અડાજણ વિસ્તારમાં રહેતી હતી અને 17 વર્ષની ઉંમરથી જ ઈવેન્ટમાં સિંગિંગ અને ડાન્સિંગનું કામ કરતી હતી. આશરે 18 જૂન, 2013ના રોજ એક સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન તેનો સંપર્ક મધુ અરજણ અણઘણ ઉર્ફે મધુ બુલેટ સાથે થયો હતો.
ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે તે સમયે તેની ઉંમર 17 વર્ષ હતી. સ્ટેજ પ્રોગ્રામના બહાને તેને પાસોદરા સ્થિત ઓમ ટાઉનશિપમાં બોલાવી હતી, જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યાં હતા. ત્યારબાદ લગ્ન કરવાનું વચન આપી સુરત ઉપરાંત રાજસ્થાન સહિતના સ્થળોએ લઈ જઈ તેનું શોષણ કર્યું હતું. બે સંતાનો થયા બાદ યુવતીને પતિની પ્રથમ પત્ની અંગે જાણ થતાં તેણે લગ્નના પુરાવા માગ્યા હતા, જેના પર આરોપીએ બંદૂક બતાવી ધમકી આપી હતી.