🔥 TRENDING Delhi Gym Trainer Murder: New Revelati... Youth Murdered in Delhi's Tilak Marg;... Opposition slams BJP's 'Seva Sankalp A... RSS chief Mohan Bhagwat inaugurates Na... നാട്ടുകാരുടെ മനംകവർന്ന് ചെറുതോണിയുടെ സ... जयपुर में पंचायत राज आरक्षण लॉटरी 23 ए...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઈડર પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં રૂ. 12.94 લાખનું પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 17 Sep 2026, 10:18 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડર પોલીસે બડોલી-કડીયાદરા રોડ પર ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવી, કુલ રૂ. 12,94,480/- નો મુદ્દામાલ જપ્ત કર્યો.

ઈડર પોલીસે બડોલી-કડીયાદરા રોડ પર ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂ. 12,94,480/- નો પ્રોહીબિશન મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ તથા ઈડર વિભાગના ડીવાયએસપી શ્રી સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી.

બાતમી મળી હતી કે રાજસ્થાનના ખેરવાડા તાલુકાના બાબરી પોસ્ટ પાટીયા ગામનો રહેવાસી કાવારામ બંસીલાલ ડામોર પોતાની હ્યુન્ડાઈ ક્રેટા કાર (રજી. નં. GJ 06 PD 1251) માં વિદેશી દારૂ ભરી ભિલોડા તરફથી ઈડર આવી રહ્યો છે, તેમજ તેની આગળ એક ઈકો કાર (રજી. નં. GJ 31 BB 4922) પાયલોટીંગ કરી રહી છે. આ બાતમી આધારે પોલીસે બડોલી ગામ નજીક રોડ નાકાબંધી કરી હતી.

પોલીસને જોઈ કારચાલક અંધારામાં ફરાર નાકાબંધી દરમિયાન પાયલોટીંગ કરતી ઈકો કાર અને તેની પાછળ ક્રેટા કાર આવી પહોંચી હતી. ક્રેટા કારના ચાલકે ગાડી હાઈવે પરથી નીચે ઉતારી બડોલી થઈ કડીયાદરા તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક કારનો પીછો કરતા, ચાલક કડીયાદરા ગામે રોડ પર ક્રેટા કાર મુકી અંધારાનો લાભ લઈ ખેતરોમાં ભાગી છૂટ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂ/બીયરની બોટલો (નંગ-૨૦૫૨) અને હ્યુન્ડાઈ ક્રેટા કાર (GJ 06 PD 1251) સામેલ છે, કુલ મૂલ્ય રૂ. 12,94,480/-.

ઈડર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. આર.એ. ચૌધરી સાથે પોલીસ કર્મચારીઓ હરેન્દ્રસિંહ, જયરાજસિંહ, નાગજીભાઈ, જયદીપસિંહ, હાર્દિકકુમાર અને જયેશકુમાર જોડાયા હતા.
📲Get App