🔥 TRENDING Mahadhanpur में गांधी चबूतरे और सार्वज... जैथरा में अखिल भारतीय सर्राफा एसोसिएशन... জেলা পার্টি অফিসের সামনে গালিগালাজের অ... மிஸ்டர் சீப் மினிஸ்டர்... சீப் மினிஸ்ட... Jakhar Criticises Government Over Disc... Twenty Mobiles Recovered from Ten Unde...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના વડિયામાં સિંહણનો આતંક: 12 કલાકમાં 5 લોકોને ઘાયલ કર્યા બાદ પાંજરે પુરાઈ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 02 Oct 2026, 11:10 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં એક વિફરેલી સિંહણે છેલ્લા 24 કલાકમાં 4 અલગ-અલગ હુમલા કરી 5 થી 6 લોકોને ઘાયલ કર્યા હતા. વન વિભાગની 12 કલાકની જહેમત બાદ સિંહણને સફળતાપૂર્વક પાંજરે પૂરી દેવામાં આવી છે.

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ અને તોરી ગામની સીમમાં એક વિફરેલી સિંહણે ભારે ફફડાટ ફેલાવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સિંહણે 4 અલગ-અલગ હુમલા કરી 5 થી 6 લોકોને ઘાયલ કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રે બાઈક પર જતા બે યુવાનો પર હુમલો કર્યા બાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં ખેતરે જતા ખેડૂતોને પણ નિશાન બનાવ્યા હતા. ઘટનાની જાણ થતા વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે રેસ્ક્યૂ કામગીરી દરમિયાન વન કર્મી અનિરુદ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કરી દીધો હતો.

લીલીયા રેન્જના DCF ચિરાગ અમીને જણાવ્યું કે, 12 કલાકની ભારે જહેમત બાદ સિંહણને ટ્રાંક્વીલાઈઝ કરી સફળતાપૂર્વક પાંજરે પૂરી લેવામાં આવી છે અને તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે.

સિંહણ પાંજરે પુરાતા વડિયા પંથકના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
📲Get App