स्थानीय
જામનગરના 12 દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ: જાહેરનામું બહાર પડાયું
જામનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા 12 દરિયાઈ ટાપુઓ પર આગામી સૂચના સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની સુરક્ષાને ધ્યાને રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરીએ જિલ્લાના 12 દરિયાઈ ટાપુઓ પર પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ બહાર પડાયેલું આ જાહેરનામું આગામી તા.11/12/26 સુધી અમલમાં રહેશે.
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, દાણચોરી તથા હથિયારો અને નશાકારક પદાર્થો છુપાવવાની શક્યતાઓને અટકાવવા આ નિર્ણય લેવાયો છે.
પ્રતિબંધિત ટાપુઓમાં ભેંસબીડ, દંડીકા, મુંડીકા, ઝિન્દ્રા, પિરોટન, અમુડી બેલા, બડા બેલા, કોદરા બેડ, જુના બેલા, સોસબારી, ઘાખડી (નોવાડા) અને ધોરી ક્રિકનો સમાવેશ થાય છે. પિરોટન ટાપુ પર પ્રવાસીઓએ અવરજવર માટે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.