🔥 TRENDING Navratri: Mataji Temple Ends Free Entr... Kota Mayor Govind Singh Dotasra Faces... Rajasthan ACB Arrests Additional SP Mu... ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ખોડિયાર મંદિ... Ayushmann Khurrana says he follows scr... Times of India Releases Official Trail...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સાબરકાંઠાના ઈડરના બડોલી ગામમાં કમળાનો પ્રકોપ: 12થી વધુ બાળકો અસરગ્રસ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 12:05 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડરના બડોલી ગામમાં કમળાના કેસ વધતા 12થી વધુ બાળકો બીમાર પડ્યા છે,જેના પગલે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે..

સાબરકાંઠાના-:
ઈડર તાલુકાના બડોલી ગામમાં કમળાનો પ્રકોપ જોવા મળ્યો છે.ગામમાં અચાનક કમળાના કેસ વધતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ બડોલી ગામમાં 12થી વધુ બાળકો કમળાની ઝપેટમાં આવ્યા છે. બાળકોમાં લક્ષણો દેખાતા વાલીઓએ તાત્કાલિક તબીબી સહાય મેળવવાની શરૂઆત કરી હતી..

બાળકોની સંખ્યા વધતા અને રોગના ફેલાવાને ધ્યાનમાં રાખીને સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને બાળકોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
📲Get App