Weather
ગૂજરાતમાં 12-15 સપ્ટેમ્બરે ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહી
Watch on:
▶️ YouTube
હવામાન વિભાગે 12થી 15 સપ્ટેમ્બર સુધી ગૂજરાતમાં હળવા થી મધ્યમ વરસાદ, ગાજવીજ અને 40 કિમી/કલાક સુધીના પવનની શક્યતા જાહેર કરી છે, ખાસ કરીને દક્ષિણ ગૂજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી.
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. મહિસાગરમાં સવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે.
40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક લો-પ્રેશર એરિયા સક્રિય છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને આગામી 24 કલાકમાં વધુ મજબૂત બની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર રાજસ્થાનથી લો-પ્રેશર વિસ્તાર સુધીની ટ્રફ પણ સક્રિય છે. આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળી સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે