🔥 TRENDING बोकारो की वंदना शर्मा ने 10 दिनों में... Cash Still Rules: India’s 10-Year Post... India’s Marginalized Voices Demand Acc... Modi’s Electoral Dominance: Why India’... Asia Society Releases New Paper on Sin... ICC Announces Nominees for Women's Pla...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જનરક્ષક-112 અને જિલ્લા ટ્રાફિક પોલીસની સમયસૂચકતા તથા સંકલિત કામગીરીથી લક્ઝરી બસમાં સવાર આશરે 40 મુસાફરોનો સુરક્ષિત બચાવ
Local

જનરક્ષક-112 અને જિલ્લા ટ્રાફિક પોલીસની સમયસૂચકતા તથા સંકલિત કામગીરીથી લક્ઝરી બસમાં સવાર આશરે 40 મુસાફરોનો સુરક્ષિત બચાવ

✍️ Reporter: Dhaval Pandya 🗓 27 Jul 2026, 09:58 AM 👁 119
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જનરક્ષક-112 અને જિલ્લા ટ્રાફિક પોલીસએ ગદુકપુરમાં લક્ઝરી બસમાં સવાર આશરે 40 મુસાફરોનો સુરક્ષિત બચાવ કર્યો, ખાડામાં પડેલી બસને JCB મશીનથી બહાર કાઢવામાં આવી.

જનરક્ષક-112 અને જિલ્લા ટ્રાફિક પોલીસની સમયસૂચકતા અને સંકલિત કામગીરીથી ગદુકપુરમાં લક્ઝરી બસમાં સવાર આશરે 40 મુસાફરોનો સુરક્ષિત બચાવ થયો.

પંચમહાલ જિલ્લાના ગદુકપુર વિસ્તારમાં એક લક્ઝરી બસ અચાનક રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી જતાં જનરક્ષક-112 કંટ્રોલ રૂમને તાત્કાલિક ઇમરજન્સી કોલ મળ્યો.

માહિતી મળતાની સાથે જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને જનરક્ષક-112ની ટીમ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી અને સમયસૂચકતા, કુશળતા અને સંકલિત આયોજન સાથે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી.

બસમાં મુસાફરી કરી રહેલા આશરે 40 જેટલા મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા, અને સ્થાનિક નાગરિકો અને JCB મશીનની મદદથી બસને ખાડામાંથી બહાર કાઢવામાં આવી.

સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા ટ્રાફિક પોલીસ અને જનરક્ષક-112ની ટીમે માર્ગ પર ટ્રાફિકનું અસરકારક નિયમન કરી, સંભવિત મોટી જાનહાનિ ટાળી.
📲Get App