🔥 TRENDING Elizabeth Holmes Sentenced to Prison O... Bigg Boss 20’s Top Contestant Surpasse... Burnt Cables Force Mumbai’s Gaiety‑Gal... Ratan Lal Jain Teams Up with Elvish Ya... ‘Tera Mera Rishta’ song from upcoming... Raghu Dixit Celebrates 25 Years in Mus...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારમાં 11 ગામોમા ૨.૯૫ કરોડના ખર્ચે નવા પાણીના બોર બનાવાશે

✍️ Reporter: Gilani Asikali 🗓 07 Sep 2026, 08:54 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના સક્રિય પ્રયાસોથી ૧૧ ગામોમાં રૂ. ૨.૯૫ કરોડના ખર્ચે નવા પાણીના બોર બનાવવામાં આવશે.વિરમગામ તાલુકાના ભાવડા, દેવપુરા, રહેમલપુર, જાદવપુરા, કરિયાલા, નીલકી અને દેત્રોજ તાલુકાના સુવાળા, જીવાપુરા, શિહોર, તેમજ માંડલ તાલુકાના હાંસલપુર અને વનપરડી ગામોમાં પાણીના બોર બનાવવામાં આવશે.આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે મહત્વપૂર્ણ મદદ મળશે અને ગ્રામજનોને પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
ગ્રામ પંચાયત તરફથી લોકફાળો ભરવામા આવે તે સાથે જ તુરંત બોર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
“ગામનો છોકરો, કામનો છોકરો”
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App