🔥 TRENDING ഉദ്യോഗസ്ഥ സംഘം പ്രദേശം സന്ദര്‍ശിക്കുന... Chand dekhne ke liye Zaheer Iqbal and Sonakshi Sinha Turn D... Half‑Crore Cannabis Seized at Kadamtal... સાબરકાંઠા જીલ્લાની દીકરીએ એશિયન પેરા ગ... Police seize 200 live rounds during ve...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીમાં શામળાજી પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી વિદેશી દારૂની 109 બોટલો સહિત 5.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Oct 2026, 08:19 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસે અણસોલ ચેક પોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી એક બલેનો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ ઓપરેશનમાં કુલ 109 બોટલ/કવાર્ટર વિદેશી દારૂ, એક મોબાઇલ ફોન અને ગાડી સહિત કુલ 5,73,884 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે..

અરવલ્લીમાં-:
પ્રોહીબિશનની બદીને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા સખત વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લીના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જી ડી વાઘેલા (મોડાસા વિભાગ) દ્વારા રાજસ્થાન બોર્ડર તરફથી આવતા અંતરિયાળ રસ્તાઓ પર સખત તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.આ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ માલની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી ડી ગોહીલ અને શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફે અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોની તપાસ કરવાનું કામ શરૂ કર્યું હતું.તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોહીલને બાતમીદાર દ્વારા માહિતી મળી કે એક વાદળી રંગની મારુતિ સુઝુકી બલેનો ગાડી (નંબર GJ-01-HZ-4007)માં વિદેશી દારૂ ભરીને રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરવામાં આવે છે. આ માહિતી આધારે પોલીસે ગાડીની વોચિંગ શરૂ કરી હતી. જ્યારે સદરી ગાડી પોલીસ ચેક પોસ્ટ પાસે પહોંચી, ત્યારે પોલીસે હાથ અને લાકડીઓથી ઇશારો કરી તેમજ બેરિકેટિંગની આડાશ કરી ગાડીને રોડની સાઇડમાં ઉભી રાખી હતી. ગાડીમાં ચાલક અને તેની બાજુમાં બેઠેલ બીજા વ્યક્તિને બહાર ઉતારીને તેમના નામ-પત્તા પૂછવામાં આવ્યા હતા..

ગાડીના ચાલકે પોતાનું નામ ગોપાલકુમાર સન ઓફ જયંતિલાલ ભેરાજી (કલાલ, રહે. બનોડા, તા. સલુમ્બર, જિ. સલુમ્બર, રાજસ્થાન) અને સાથે બેઠેલ વ્યક્તિએ પોતાનું નામ નિખીલ સન ઓફ મહેંદ્રસિંહ દિપસિંહ (ચૌહાણ, રહે. મોટાગાવ, તા. ગનોડા, જિ. બસાવાડા, રાજસ્થાન) જણાવ્યું હતું. બે આરોપીઓને સાથે રાખીને બલેનો ગાડીની તપાસ કરતાં, મધ્ય ભાગની સીટ અને પાછળની ડીકીમાં કાગળમાં વીંટળાયેલ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.તપાસમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 109 બોટલ/કવાર્ટર (કિંમત રૂ. 68,884/-), એક મોબાઇલ ફોન (કિંમત રૂ. 5,000/-) અને મારુતિ સુઝુકી બલેનો ગાડી (કિંમત રૂ. 5,00,000/-) મળી કુલ 5,73,884 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એસ.એસ.માલ.પોલીસ ઇન્સ્પેક્ટર શામળાજી પોલીસ સ્ટેશન,પી.ડી.ગોહીલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શામળાજી પોલીસ સ્ટેશન,પ્રધ્યુમનસિંહ દિલીપસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શામળાજી પોલીસ સ્ટેશન,અશ્વિનભાઈ તખાભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શામળાજી પોલીસ સ્ટેશન,પ્રકાશભાઇ મણીલાલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ
📲Get App