🔥 TRENDING ವೀರಾಪೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಕೃಷಿ ಕೂಲಿಕಾರರ ವಿಶಿ... Uttar Pradesh Launches State Quantum M... India to Launch Delhi‑Kanpur Bullet Tr... UP CEO Orders Deactivation of ECINET I... Uttar Pradesh Election: Akhilesh Singh... Congress Protest at Ramleela Ground Ac...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના ઉધના સ્ટેશન પર 10,000 થી વધુ મુસાફરો માટે તૈયાર થયેલું વિશાળ યાત્રી સુવિધા કેન્દ્ર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Nov 2026, 02:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ રેલવે દ્વારા સુરતના ઉધના સ્ટેશન પર 10,000 થી વધુ વિસ્તારનું પેસેન્જર હોલ્ડિંગ એરિયા તૈયાર, 1 નવેમ્બરથી મુસાફરોને પ્રવેશ.

પશ્ચિમ રેલવે દ્વારા સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે દેશનું સૌથી મોટું યાત્રી સુવિધા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે, જે દિવાળી અને હોલીના મહાપર્વ દરમિયાન વતન જતા મુસાફરો માટે સુવિધા પૂરી પાડશે.

આ ભવ્ય કેન્દ્રનું વિસ્તાર અંદાજે 10,000 થી વધુ ચોરસ ફૂટ છે, જે નવી દિલ્હીમાં અગાઉ બનેલા 5 થી 6 હજાર ચોરસ ફૂટના પેસેન્જર સેન્ટર કરતાં પણ બમણાથી વધુ છે. સંપૂર્ણપણે એરપોર્ટ ટર્મિનલ જેવો લુક ધરાવતા આ હાઇટેક હોલ્ડિંગ એરિયામાં એક જ સમયે 10,000 થી 15,000 મુસાફરો આરામથી રોકાઈ શકે તેવી ક્ષમતા વિકસાવવામાં આવી છે.

તહેવારો દરમિયાન પ્લેટફોર્મ અને સ્ટેશનના મુખ્ય દ્વાર પર સર્જાતી અંધાધૂંધી અને નાસભાગ અટકાવવા માટે 1 નવેમ્બરથી મુસાફરોને આ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. આ પગલાથી મુસાફરોને વધુ સુવિધા અને સુરક્ષા મળશે, તેમજ સ્ટેશનની કામગીરીમાં સરળતા આવશે.
📲Get App