🔥 TRENDING ग्राउंड रिपोर्ट: कल्याणपुरा के विकास क... સ્ટ. ઝેવિયર્સ સ્કૂલથી એકતા નગર સુધી ડ્... MNS chief Raj Thackeray questions e‑ch... Yogi Adityanath Blames Congress and SP... 13 Special Trains To Facilitate UP PET... PM Modi lauds Yogi Adityanath's law‑an...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠા પોલીસ દ્વારા શિહોરીના આંગણવાડા ગામમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 1000 બોટલની જપ્તી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 03:30 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા ક્રાઈમ બ્રાંચ પાલનપુર દ્વારા શિહોરીના આંગણવાડા ગામમાં રહેણાક મકાનના ભોયરામાંથી 1000 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની જપ્તી,કુલ મુદામાલ ₹3,04,238/-..

બનાસકાંઠામાં-:
લોકલ ક્રાઈમ બ્રાંચ પાલનપુર દ્વારા શિહોરીના આંગણવાડા ગામમાં ખેતુભા નથુભા વાઘેલાના રહેણાક મકાનના ભોયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 1000 બોટલ તથા ટીન નંગ-1000 મળી,કુલ મુદામાલ રૂપિયા 3 04 238/-,પરીક્ષિતા રાઠોડ પોલીસ મહાનિરીક્ષક અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા અને રાજસ્થાનમાંથી આવતી દારૂની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા માટે અલગ અલગ ટીમો ગઠિત કરવામાં આવી.પોલીસ ઇન્સ્પેક્ટર ડી એમ રાઠોડ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર યશવંતસિંહ દેવીસિંહ અને અન્ય અધિકારીઓને શૂન્ય સહનશીલતા નીતિ હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી.આ ટીમોએ શિહોરી પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરી, આરોપી ખેતુભા નથુભા વાઘેલાની સામે ગુના નં. 897/2026 પ્રોહિ ક. 65AEI, 116(બી) મુજબ કાર્યવાહી શરૂ કરી. અગાઉના ગુનાહીત ઇતિહાસ અને જુગારધારા કલમ-12 હેઠળ પણ તપાસ ચાલી રહી છે..

આ જપ્તીથી બનેલી કાર્યવાહી રાજ્ય સરકારની જીરો ટોલરન્સ નીતિનું પાલન દર્શાવે છે અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કડક પગલાં લેવાની પ્રતિબદ્ધતા પુષ્ટિ કરે છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,યશવંતસિંહ દેવીસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,રમેશભાઈ ભેમજીભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર.
📲Get App