🔥 TRENDING ಮದುವೆ ವಿಚಾರಕ್ಕೆ ಪ್ರೇಮಿಗಳ ನಡುವೆ ಗಲಾಟೆ,... સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર... ધી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની... સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 10 બેડની... SGCCI એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ₹20... Delhi to Launch Skill Centre with Crec...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 10 બેડની અદ્યતન 'રેસ્પિરેટરી આઈસીયુ'નો પ્રારંભ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 24 Nov 2026, 10:47 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તાત્કાલિક અને સઘન સારવાર મળી રહે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 10 બેડની રેસ્પિરેટરી આઈસીયુ સુવિધા શરૂ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવામાં વધુ એક મહત્ત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગંભીર શ્વસન સમસ્યાઓ અને ટીબી જેવા રોગોથી પીડાતા દર્દીઓને તાત્કાલિક અને સઘન સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી નવી સિવિલ ખાતે 10 બેડની અદ્યતન 'રેસ્પિરેટરી આઈસીયુ' સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વર્તમાન સમયમાં દર 100માંથી અંદાજે 40 વ્યક્તિઓ શ્વાસ અને ફેફસાંની બીમારીઓનો સામનો કરી રહી છે. આવા સંજોગોમાં, શ્વસન સંબંધિત ગંભીર રોગોથી પીડિત દર્દીઓ માટે આવી સુવિધાનો ઉમેરો ખૂબ જ સમયસર અને જરૂરી ગણાય છે.

આ નવી સુવિધા દ્વારા દર્દીઓને વધુ સારી અને સમયસર સારવાર મળશે, જેથી તેમની સ્થિતિમાં સુધારો થઈ શકશે. સિવિલ હોસ્પિટલ દ્વારા આ પગલું લેવાથી દક્ષિણ ગુજરાતના લોકોને રિલિફ મળશે.
📲Get App